ગુજરાતગુજરાત

રોકડ રૂ.૩૦,૧૦૦/- ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાના પાના-પૈસાથી હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ

ગંજીપત્તાના પાના-૫૨ તથા રોકડ રૂ.૩૦,૧૦૦/- મળી કુલ કિ.રૂ.૩૦,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ

       પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ હોય જે સંદર

 

તા.૦૧/૧૨/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર, ચિત્રા-સીદસર રોડ, ખોડીયાર ચોક રાજેશભાઇ રાઠોડના રહેણાંક મકાન પાસે જાહેર જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો હારજીતનો જુગાર રમે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસાથી હાથકાંપનો હારજીતનો જુગાર રમતાં કુલ સાત ઈસમો ઝડપાયા હતા જેની વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

જુગાર રમતા પકડાયેલ ઈસમો
1. ઇકબાલભાઇ ઉર્ફે દયતુ હુસૈનભાઇ ડેરૈયા ઉ.વ.૪૪ રહે.૧૫,સ્નેહમિલન સોસાયટી, અક્ષર પાર્ક રોડ, હાદાનગર, ભાવનગર
2. ઘનશ્યામ દુર્લભજીભાઇ મકવાણા ઉ.વ.૪૨ રહે.પ્લોટ નંબર-૨૬/બી,સરીતા સોસાયટી, ભાવનગર
3. મુસ્તુફા પીરૂભાઇ કુરેશી ઉ.વ.૩૭ રહે.પ્લોટ નં.૦૬, રામજી મંદિર પાસે, હાદાનગર, ભાવનગર
4. રાજુભાઇ રાઘવભાઇ રાઠોડ ઉ.વ.૪૭ રહે.મફતનગર, ખોડિયાર ચોક,સીદસર- ચિત્રા રોડ, ભાવનગર
5. જયસુખ પુનાભાઇ જમોડ ઉ.વ.૩૨ રહે.પ્લોટ નં.૨૬૮, અક્ષર પાર્ક, કુંભારવાડા પાસે, ભાવનગર
6. રાજેશભાઇ ભુપતભાઇ જમોડ ઉ.વ.૩૮ રહે.રામદેવનગર,રામાપીરના મંદીર પાસે,કુંભારવાડા,ભાવનગર
7. ભરતભાઇ મેપાભાઇ રાંઘાણી ઉ.વ.૩૯ રહે.મફતનગર, નરેશભાઇ લાલજીભાઇના મકાનમાં, સીદસર-ચિત્રા રોડ, ભાવનગર હાલ-બી/૭૪, કુબેરનગર-૦૨,પંડોળની બાજુમાં,કતારગામ, સુરત વાળા ને પકડી પાડેલ

ન્યુઝ બાય :- અશ્વિન જી.ગોહેલ ભાવનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!