Uncategorized
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
Kolkata

કોલકાતા રેપ મર્ડર કેસમાં દોષિત સંજય રોયને સિયાલદહ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે કોર્ટે 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આરજી કાર હોસ્પિટલમાં બનેલી આ ઘટનાના લગભગ 162 દિવસ બાદ કોર્ટે 18 જાન્યુઆરી શનિવારના રોજ પોતાનો ચુકાદો આપ્યો અને સંજય રોયને દોષિત જાહેર કર્યો
કોલકાતા રેપ મર્ડર કેસમાં દોષિત સંજય રોયને સિયાલદહ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે કોર્ટે 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે આ મામૂલી ગુનો નથી પરંતુ કોર્ટે તેને રેરેસ્ટ ઓફ ધ રેર નથી ગણાવ્યો. શનિવારે કોર્ટે સંજયને દોષિત જાહેર કર્યો હતો. સજાની જાહેરાત પહેલા સુનાવણી દરમિયાન સંજય ન્યાયાધીશની સામે દલીલ કરી રહ્યો હતો. તેણે જજની સામે કહ્યું કે તે દોષિત નથી. મને ફસાવવામાં આવી રહ્યો છે. મેં કોઈ ગુનો કર્યો નથી. સીબીઆઈએ કોર્ટમાં સંજય રોયને ફાંસી આપવાની માંગ કરી છે.